ઉપમા




3 મોટી ચમચી ઘી
1 કપ રવો અથવા સોજી
3 કપ પાણી
સ્વાદ પ્રમાણે મીઠું 
6 નંગ કાજુ
2 તીખી લાલ મરચી
થોડા મીઠા લીમડાના પાન
થોડી કોથમીર


સૌપ્રથમ એક ચમચી ઘી લઈ તેમાં 1 કપ રવો અથવા સોજી લઈ તેને સેકી લો.તે લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તેને સેકો પછી એક વાસણમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો.રવો ઠંડો થાય ત્યાં સુધી 2 નંગ તીખી લીલી મરચીને જીણી સમારી લો અને કોથમીરને પણ જીણી સમારી લો. ત્યારપછી એક કઢાઈમાં બે ચમચી ઘી મૂકી તેમાં કાજૂને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો અને એક પ્લેટમાં કાઢી તે j ઘી માં જીણી સમારેલી તીખી લીલી મરચી અને મીઠા લીમડાના પાન નાખી તેમાં 3 કપ પાણી ઉમેરો.પાણી ઉકળવા લાગે એટલે ધીમી આચ રાખી ઉકળતા પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી તેમાં ધીમે ધીમે રવો ઉમેરતા જાઓ અને ચમચો ફેરવતા જાઓ.બધો રવો ઉમેરાય ગયા પછી તેમાં કાજુ એડ કરી તેને હલાવી 5 મિનિટ માટે ઢાંકી ધીમા ગેસ પર પકવવા દો.પછી ગેસ બંધ કરી તેને એક સર્વિગ બાઉલ માં કાઢી ઉપરથી કોથીમીર ના પાન ઉમેરી સર્વ કરો.


😋😋😋 "Rup"

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મારા અને ગાયક કલાકાર વચ્ચેનો ઇન્ટરવ્યૂ

ફોનનું વ્યસન

મોંઘવારી