મારા અને પત્રકાર વચ્ચેનો ઇન્ટરવ્યૂ
હું - હેલ્લો,તમારું નામ શું છે?
પત્રકાર - મારું નામ કેયુરી અત્રી છે.
હું - તમે શેમાં પત્રકાર છો?
પત્રકાર - હું ટીવી ન્યૂઝ ચેનલમાં પત્રકાર છું.
હું - તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો?
પત્રકાર - હું છેલ્લા 7 વર્ષથી આ ફિલ્ડમાં છું.
હું - સૌ પ્રથમ તો એક મહિલા પત્રકાર તરીકે કામ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.આ ફિલ્ડમાં કરિયર કેવી રીતે બનાવી શકાય અને તે માટે શું કરવું?
પત્રકાર - આ ફિલ્ડમાં તમને ગમતું કોઈ પણ કાર્ય કરીને અને થોડી મહેનત કરીને કરિયર બનાવી શકાય છે અને તે માટે તમારે કોઈ અનુભવી પત્રકારની સલાહ લેવી.
હું - તમે આટલા વર્ષથી પત્રકાર તરીકે કાર્યરત છો તો તેના અનુભવ વિશે જણાવશો?
પત્રકાર - પત્રકાર તરીકે કામ કરવામાં મને બહુ મજા આવી પણ સાથે સાથે રોજ નવી નવી મુશ્કેલી પણ આવતી.અનેક નવી વાતો શીખવા તથા જાણવા પણ મળ્યું.
હું - તમારી વાત ઉપરથી,અનુભવ ઉપરથી એ જાણવાની ઈચ્છા થાય કે તમારે એક મહિલા પત્રકાર તરીકે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તે સિચ્યુએશનમાં તમે શું કર્યું?
પત્રકાર - મારે એક મહિલા પત્રકાર તરીકે નાની મોટી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને મારા માતા પિતા પણ મારા પત્રકાર બનવાના સખત વિરોધી હતા,તેમ છતાં મેં હિંમત રાખી અને આગળ વધતી રહી.
હું - તમે પત્રકારત્વના વિદ્યાર્થીઓને શું સલાહ આપશો?
પત્રકાર - મારી બધા પત્રકારના વિદ્યાર્થીઓને એક જ સલાહ છે કે તમારે જીવનમાં જે કંઈ પણ કરવું હોય તેની પાછળ પૂરા તન,મન, ધનથી પ્રયત્ન કરો.
હું - ખૂબ જ સુંદર સંદેશ છે આપનો.આભાર.
🙏🙏🙏 Rupal Dave
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો