મારા અને સામાજીક કાર્યકર વચ્ચેનો ઇન્ટરવ્યૂ

હું  -  નમસ્તે સર. આપનું નામ શું છે? 

કાર્યકર - નમસ્તે.મારું નામ નવદીપ સુદ છે.

હું  -  તમે શેને લગતું સામાજીક કાર્ય કરો છો?

કાર્યકર - હું માનસિક રીતે અસ્થિર બાળકોને ઉત્તમ સુવિધા આપીને ભણાવું છું.

હું -   વાહ,ખૂબ સરસ.આ માટે તમે શું શું પ્રયત્નો કરો છો?

કાર્યકર - હું તેમના માટે તે સમજી શકે તે રીતના સાધનો પૂરા પાડીને તેમને વિના મૂલ્યે ભણાવું છું,તેમના માટે એક એક ક્લાસ રૂમમાં એસી મુકાવ્યું છે.આ સિવાય તેમના માટે અનેક નવા નવા પ્રયોગો કરીને તેમને સમજાવવાના પ્રયત્નો કરીએ છીએ.

હું - ખૂબ ખૂબ સરસ.આટલું મહાન કામ કરવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન.તમારે આ કાર્ય કરવા માટે કેટલા પૈસાની જરૂર પડે છે? અને આ પૈસા તમે ક્યાંથી લઈ આવો છો?

કાર્યકર  - મારે આ કામ કરવા માટે 1 લાખ જેટલા રૂપિયાની જરૂર પડે છે.અને હું હાઈ કોર્ટ માં વકીલ છું એટલે તેમાંના મારા પગારમાંથી હું થોડા પૈસા આ કાર્ય માટે વાપરું છું.આ સિવાય અમુક લોકો આ એનજીઓ માં પૈસા આપે છે પરંતુ હું પૈસા કોઈ પાસે થી લેતો નથી.બીજી કોઈ સેવા કરે તો તેનો ખુશીથી સ્વીકાર કરું છું.

હું -  આવું સારું કાર્ય કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો?

કાર્યકર - મને મારા ગુરુ એ આ કાર્ય કરવા માટે કહ્યું અને તેમની વાત માની મેં આ કાર્ય કરવાનો નિર્ણય કરી લીધો.

હું - વાહ,ખૂબ ખૂબ સરસ.આપનો આભાર.


🙏🙏🙏 Rupal Dave 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વિજ્ઞાન

મારા અને ગાયક કલાકાર વચ્ચેનો ઇન્ટરવ્યૂ