રવા ઈડલી
1 કપ રવો અથવા સોજી
3-4 મોટી ચમચી દહીં
જરૂર મુજબ પાણી
સ્વાદ અનુસાર મીઠું
2,3 તીખી લાલ મરચી
1 પેકેટ રેગ્યુલર ઇનો
સૌપ્રથમ 1 કપ રવો અથવા સોજી લો.તેમાં 3,4 ચમચી દહીં ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરો.પછી તેને 25 થી 30 મિનિટ ઢાકીને રાખી દો.ત્યારપછી તેમાં તીખાશ માટે 2,3 તીખી લીલી મરચી ઉમેરો અને રેગ્યુલર ઇનો નું એક પેકેટ ઉમેરી સારી રીતે મિક્સ કરો.પછી ઈડલી મેકરમાં નીચે પાણી ઉમેરો અને ઈડલી સ્ટેન્ડ માં ખીરું ઉમેરી તેનું ઢાંકણ બંધ કરી તેને ધીમી આચ પર થવા દો.10 મિનિટ પછી ઢાંકણ ખોલી ચપ્પુની મદદથી ઈડલી ને ચેક કરી લો.પછી એક પ્લેટમાં ગરમ ગરમ ઈડલી સંભાર અથવા નારિયેળની ચટણી સાથે પીરસો.
😋😋😋 "Rup"
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો