પોસ્ટ્સ

સીંગ

2 કપ મગફળીના નાના દાણા 4 કપ પાણી સ્વાદ અનુસાર મીઠું શેકવા માટે જાડું અથવા રેગ્યુલર મીઠું સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરી, મીઠું ઉમેરી તેમાં મગફળીના દાણા નાખી ઢાંકીને 10,15 મિનિટ રહેવા દો.પાણી ખાલી ગરમ કરવાનું છે પછી ગેસ બંધ કરી મગફળીના દાણા ઉમેરવા. ત્યારબાદ બધું પાણી કાઢી એક કોટનના કપડામાં મગફળીના દાણાને સૂકવવા 10 મિનિટ પછી એક તપેલીમાં બધા દાણા નાખી અને મીઠું નાખી હલાવી 10 મિનિટ રાખી મુકવા.મીઠું તમારા સ્વાદ અનુસાર ઉમેરવું.એક પહોડા વાસણમાં મગફળી શેકી શકાય તે પ્રમાણમાં મીઠું ઉમેરી મીઠું થોડું ગરમ થાય એટલે ધીમા તાપે મીઠામાં બધા દાણા ઉમેરી સતત હલાવતા રહીને દાણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો અને પછી એક કપડામાં પાથરી થોડી ઠંડી થવા દો. 😋😋 "Rup"

ઉપમા

છબી
3 મોટી ચમચી ઘી 1 કપ રવો અથવા સોજી 3 કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું  6 નંગ કાજુ 2 તીખી લાલ મરચી થોડા મીઠા લીમડાના પાન થોડી કોથમીર સૌપ્રથમ એક ચમચી ઘી લઈ તેમાં 1 કપ રવો અથવા સોજી લઈ તેને સેકી લો.તે લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તેને સેકો પછી એક વાસણમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો.રવો ઠંડો થાય ત્યાં સુધી 2 નંગ તીખી લીલી મરચીને જીણી સમારી લો અને કોથમીરને પણ જીણી સમારી લો. ત્યારપછી એક કઢાઈમાં બે ચમચી ઘી મૂકી તેમાં કાજૂને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો અને એક પ્લેટમાં કાઢી તે j ઘી માં જીણી સમારેલી તીખી લીલી મરચી અને મીઠા લીમડાના પાન નાખી તેમાં 3 કપ પાણી ઉમેરો.પાણી ઉકળવા લાગે એટલે ધીમી આચ રાખી ઉકળતા પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી તેમાં ધીમે ધીમે રવો ઉમેરતા જાઓ અને ચમચો ફેરવતા જાઓ.બધો રવો ઉમેરાય ગયા પછી તેમાં કાજુ એડ કરી તેને હલાવી 5 મિનિટ માટે ઢાંકી ધીમા ગેસ પર પકવવા દો.પછી ગેસ બંધ કરી તેને એક સર્વિગ બાઉલ માં કાઢી ઉપરથી કોથીમીર ના પાન ઉમેરી સર્વ કરો. 😋😋😋 "Rup"

રવા ઈડલી