સીંગ
2 કપ મગફળીના નાના દાણા
4 કપ પાણી
સ્વાદ અનુસાર મીઠું
શેકવા માટે જાડું અથવા રેગ્યુલર મીઠું
સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરી, મીઠું ઉમેરી તેમાં મગફળીના દાણા નાખી ઢાંકીને 10,15 મિનિટ રહેવા દો.પાણી ખાલી ગરમ કરવાનું છે પછી ગેસ બંધ કરી મગફળીના દાણા ઉમેરવા.
ત્યારબાદ બધું પાણી કાઢી એક કોટનના કપડામાં મગફળીના દાણાને સૂકવવા 10 મિનિટ પછી એક તપેલીમાં બધા દાણા નાખી અને મીઠું નાખી હલાવી 10 મિનિટ રાખી મુકવા.મીઠું તમારા સ્વાદ અનુસાર ઉમેરવું.એક પહોડા વાસણમાં મગફળી શેકી શકાય તે પ્રમાણમાં મીઠું ઉમેરી મીઠું થોડું ગરમ થાય એટલે ધીમા તાપે મીઠામાં બધા દાણા ઉમેરી સતત હલાવતા રહીને દાણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો અને પછી એક કપડામાં પાથરી થોડી ઠંડી થવા દો.
😋😋 "Rup"
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો