ફોનનું વ્યસન
આજની નવી પેઢીને ફોનનું ખૂબ જ વ્યસન થઈ ગયું છે. ફોન આવતા માનવી-માનવી વચ્ચેનો સુંદર સંબંધ ટુટતો જાય છે.આ વ્યસન માત્ર યુવા પેઢીને લાગ્યું છે તેવું નથી નાના બાળકોથી લઈ ને વૃદ્ધો સૌ પર ફોન ગહેરી અસર ફેલાવી રહ્યું છે.
આ ફોનનું વ્યસન તો ઘણા સમયથી લોકોમાં પ્રસરી રહ્યું છે પણ થોડામાં ઘણું આ કોરોના નામની મહાભયંકર બીમારી આવી અને લોક ડાઉન થઈ ગયું તેથી ફોનના વ્યસનીઓનો ક્રમ એકાએક ખૂબ જ વધી ગયો.
ઘણાબધા લોકો એવા છે જેને ખબર પણ હોય છે કે તેમને ફોનની ખૂબ જ વઘુ આદત પડી ગઈ છે પણ તે ફોનને છોડી શકતા નથી.
ઘણા લોકો પૂછતા પણ હોય ફોનની આદત કેમ છોડવી તેના વિશે?
તો ફોનની આદતને છોડવા માટે તમને ગમતી કોઈપણ પ્રવૃતિ કરી શકાય જો તેમ ના કરવું હોય તો કોઈ શાંત એવી જગ્યાએ પણ જઈ શકાય અને કોઈ મનગમતા સ્થળનો પ્રવાસ પણ કરી શકાય. પણ આ બધું ખાસ તો ત્યારે જ થઈ શકે જયારે આપણે ફોન છોડવાનો નિર્ણય પૂરા મનથી કરી લીધો હોય.
આમ જોવા જઈએ તો ફોનમાં શીખવાનું, જાણવાનું અને સમજવાનું પણ ઘણું બધું છે પણ તે આપણા પર નિર્ભર કરે છે કે આપણે શું કરવું ઘણા લોકો તો આખો દિવસ ફોન પર સમય જ પસાર કરે છે પણ ઘણા લોકો ફોનમાંથી ઘણી સારી સારી બાબતો પણ શીખતા હોય છે.
જેમકે,ઘણી ગૃહિણીઓ ફોનમાં નિતનવી વાનગી કે નકામી વસ્તુઓનો ખૂબ સારો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે શીખે છે. તો કોઈ બાળકો ફોનમાં ભણવાનું, નવી નવી વસ્તુઓ બનાવતા શીખે છે.
આ ઉપરાંત આજકલ ઘણા લોકો ફોન કે ઈન્ટરનેટના ઉપયોગથી અને પોતાની સૂઝ બૂઝ અને સમજથી પૈસા પણ કમાય છે તો મારા મત અનુસાર આનાથી વધુ સારો બીજો કોઈ વ્યવસાય નથી કે તમે ઘરમાં જ પરિવાર સાથે રહીને પણ પૈસા કમાઈ શકો છો.ખાસ કરીને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોઈએ તો ઘરમાં રહેવું વધુ સુરક્ષિત છે.
તો આ હતો ખૂબ નાનો એવો ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદા બતાવતો એક લેખ.
તમે પણ આના વિશે પોતાના વિચારો અને મંતવ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
🍀🍀🍀 Rupal "Rup"
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો