મોંઘવારી
મિત્રો આજકલની જે સૌથી મોટી અને ગંભીર સમસ્યા છે મોઘવારી.મોઘવારી દિવસેને દિવસે ખૂબ જ વધી રહી છે.બધી જ વસ્તુઓના ભાવ આસમાને છે.તેથી માણસ સતત આ સમસ્યા સામે લડાઈ લડી રહયો છે.
મોઘવારી એક એવી સમસ્યા છે કે જેની અસર નાના મોટા કે અમીર ગરીબ સૌને એક સમાન રીતે અસર કરે છે. આનો સામનો દરેક વ્યક્તિને કરવો પડે છે અને હાલ કરે પણ છે.
આમ જોવા જઈએ તો આનાથી ગરીબ લોકોને બધી જ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પણ મોંઘવારીમાં ફાયદો પણ તેમને જ વધુ થાય છે કારણ કે મોંઘવારીમાં મોટા દુકાનદારો કે મોટી મોટી કંપનીના માલિકો બધી જ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે ત્યારે નાના માણસો તેમની પાસેથી વસ્તુ લઈને વેચે છે એટલે તેમને તો હંમેશા મોંઘવારીમાં પણ ગેરલાભ જ થાય છે અને તે વધુ ને વધુ ગરીબ બનતા જાય છે.
મોઘવારી હાલ નાનામાં નાની વસ્તુથી લઈને મોટી વસ્તુઓમાં બધામાં અસર કરે છે.આ મોઘવારીએ ઘણા બધા લોકોના ઘરમાં ઉથલપાથલ મચાવી દીધી છે.
હવે સવાલ એ આવે કે આ મોઘવારી આવી કયાથી અને શા કારણે?
તો આ મોઘવારી કોરોના નામની મહાભયંકર એવી બીમારીમાંથી આવી છે કારણ કે આ બીમારીથી બચવા સરકારે એક મહિનાનું લૉકડાઉન કરાવ્યું હતું અને એક મહિના પછી પણ બહુ ઓછી અને જરૂરત પૂરતી વસ્તુઓ વેચવાની મંજૂરી આપી હતી.
આ બીમારીથી નાના મોટા કે અમીર ગરીબ બધા લોકોને નુકસાન થયું હતું તેથી આ મોઘવારી આવી અને હજી પણ ઘણા લાંબા સમય સુધી રહેશે. તેથી દરેક વ્યક્તિએ કરકસર કરીને જીવતા શીખવું જ રહયું.
આજકલ તો દિવસે ને દિવસે બધી વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે દૂધ,દહીં,ઘી,તેલ,શાકભાજી,ફળો બધી જ વસ્તુઓ રોજ મોંઘી થતી જાય છે તેથી સામાન્ય માણસનું જીવન ખોરવાઈ ગયું છે.
માનવી તારી આવી છે વારી.
હવે રોજ રોજ વધે મોંઘવારી.
માનવીની લાગણી રહે સારી.
પ્રભુને લાગે છે તે સદા પ્યારી.
આપણે સંગે નિભાવશું યારી.
આમાં કરકસર કરે સારી નારી.
આ જીવન નહીં લાગે ભારી.
માનવી બની રહે સુખી સંસારી.
મોંઘવારીમાં આપણે કરકસર કરતા અને બધી મુસીબતોનો સામનો કરતા શીખવું જ પડશે.
"મોઘવારીને આપુ હું માત,એ જ વરદાન માગું સદા ભારત માત."
જય હિન્દ.
જય ભારત.
વંદે માતરમ્.
🙏 Rupal "Rup"
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો