મારા અને ગાયક કલાકાર વચ્ચેનો ઇન્ટરવ્યૂ

હું  -  નમસ્તે સર.તમારું નામ શું છે?

ગાયક - મારું નામ જગદેવ સીંગ મનહાશ છે.

હું   - તમે ક્યારથી ગાવાની શરૂઆત કરી છે?

ગાયક - મેં બહુ નાની ઉંમરથી ગાવાની શરૂઆત કરી છે.

હું  -    તમને કેવા ગીતો ગાવા ગમે છે?

ગાયક - મને ભક્તિ ગીતો,ભજન અને જૂના ગીતો ગાવા ગમે છે.

હું -    તમે નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કર્યું હતું કે મોટી ઉંમરથી અને તમને બધા વચ્ચે ગાવાની હિંમત ક્યાંથી મળી?

ગાયક - મેં 17,18 વર્ષની ઉંમરથી ગાવાની શરૂઆત કરી હતી અને ગાવાની હિંમત મને મારા ગુરુ પાસેથી મળી.

હું - તમને ગમતું કોઈ પણ એક ગીત કે ભજનની 2 લાઇન સંભળાવો.

ગાયક - बनवारी रे, जीने का सहारा तेरा नाम रे
           मुझे दुनिया वालों से क्या काम रे
          
           झूठी दुनिया, झूठे बंधन, झूठी है ये माया|
           झूठा साँस का आना जाना, झूठी है ये काया|
           यहाँ साँचा तेरा नाम रे...

હું -  વાહ, વાહ સર.સાચે જ તમારી અવાજમાં જાદુ છે.બહુ મીઠી અને મધુરી તમારી વાણી છે.તમારી વાણી સાંભળીને હું ભાવવિભોર થઈ ગઈ.

ગાયક - ખૂબ ખૂબ આભાર આપનો.

હું - તમને કેટલા ભજન કે ગીતો આવડે છે અને તેમાં તમારા ફેવરિટ ગાયક કલાકાર કોણ છે?

ગાયક - મને આશરે 200 થી વધુ ગીતો આવડે છે અને ઘણાં બધા ભજનો પણ આવડે છે.મારા ફેવરિટ ગાયક કલાકાર લતા મંગેશકર,મોહંમદ રફી,કિશોર કુમાર વગેરે છે.

હું - આપની સાથે વાત કરી મને ખૂબ જ આનંદ થયો.આપનો ખૂબ ખૂબ આભાર.


🙏🙏🙏 Rupal Dave 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ફોનનું વ્યસન

મોંઘવારી