ગૃહિણી માટે યોગ અભ્યાસ
યોગ વિશે આપણે સર્વ સારી રીતે જાણીએ છીએ.યોગ કરવાથી ઘણાં બધા ફાયદા થાય છે.યોગ કરવાથી અનેક બિમારીઓ દૂર થઈ જાય છે અનેક રોગોનો એકમાત્ર ઈલાજ યોગમાં રહેલો છે. મહર્ષિ પતંજલિએ યોગ વિશેની સમજ બધાને સારી રીતે આપી છે.
યોગના આઠ પ્રકાર છે યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન,સમાધિ.આનાથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ.
યોગનું મહત્વ બધા માટે ખૂબ જ અગત્યનું છે યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે આથી 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગૃહિણી માટે યોગ અભ્યાસ ખૂબ જ જરૂરી છે કારણ કે ઘરમાં સૌથી વધુ કામ તેઓ જ કરે છે અને થાક દૂર કરવામાં યોગ ખૂબ જ અગત્યનો છે.યોગ કરવાથી શારીરિક તેમજ માનસિક બંને થાકથી રાહત મેળવી શકાય છે અને શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે યોગ ખૂબ જરૂરી છે.
ગૃહિણીઓ પૂરો દિવસ ઘર કામમાં વ્યસત રહે છે તેથી તેઓ શારીરિક તેમજ માનસિક બંને રીતે થાક અનુભવે છે તેથી યોગ તેમના માટે વિશેષ ફાયદાકારક છે.યોગથી મન અને ચિત્ત એકાગ્ર બને છે જે કોઈ પણ ગૃહિણી માટે ખૂબ જરૂરી છે તે ખુદના વિશે વિચાર્યા વિના હંમેશા પોતાના પરિવારની જ ચિંતા કર્યા કરે છે.જે યોગ કરવાથી ઓછી થઈ શકે છે.
" કરો નિયમિત યોગ.
ભગાડો અનેક રોગ.
ના કરો ખોટો વિયોગ.
સારા બનશે સંયોગ."
ગૃહિણી વિચારે છે કે તેમની પાસે સમય નથી હોતો આવું બધું કરવાનો પણ તેમને ઓછામાં ઓછી અડધી કલાક પોતાના માટે ફાળવવી જ જોઈએ જેથી આગળ જતા તેમને કોઈ પણ ગંભીર રોગ કે બિમારી ના થાય અને તેમનું શરીર સ્વસ્થ રહે.જો પોતે તંદુરસ્ત અને સ્વસ્થ હશે તો પરિવારને પણ સારી રીતે સાચવી શકશે.
કહે છે ને કે એક સ્ત્રી ધારે તો કંઇપણ કરી શકે છે તો આ તો સાવ નાની એવી બાબત જે કરવી કોઈપણ સ્ત્રી માટે મુશ્કેલ નથી.યોગ વિશેની ઘણી બધી બાબતો એવી છે જેનાથી આપણે અજાણ છીએ.યોગ કરવાથી આપણા ચેહરાનો નિખાર વધે છે અને શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે આ અને આવા તો અનેકાનેક ફાયદાઓ યોગ કરવાથી થાય છે જે ખૂબ જ સારી બાબત છે.
🙏🙏🙏 Rupal Dave
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો